Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમદાવાદમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ

ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ

ગાંધીનગર, તા. : ગુજરાતમાં જૂન મહિનામાં વાતાવરણ ખુશનુમા જોેવા મળીરહ્યું છે. શનિવારે રાત્રે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયોહતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સિવાય અમદાવાદમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે સાંજથી રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જેને પરિણામે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત બોટાદ, ભાવનગર, સુરત અને પોરબંદર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક ડેમોમાં પાણીની આવક થઈછે.

શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેને પગલે કાળઝાળ ગરમીથી શહેરીજનોને રાહત અનુભવાઈ હતી. જે બાદ મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, રાણીપ, ચાંદખેડા અને ગોતા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે પણ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવીછે.

આગામી દિવસ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:07 am IST)