Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

વડોદરામાં બજાજ ફાઈનાન્સમાં અધિકારી કોરોનાગ્રસ્ત થતા ઓફીસ કરાઈ સીલ

કોરોના કેસ આવતા ઓફિસને તાળા મારી દેવાયા

વડોદરા :શહેરના ગેંડા સર્કલ ખાતે આવેલી બજાજ ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉમટી રહેલા લોકોના ટોળા વચ્ચે આ ઓફિસના એક કર્મચારીમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ સમગ્ર ઓફિસમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ ત્યાં બોર્ડ મારીને ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી.

 લોકડાઉનમાં ધીમે ધીમે મળેલી છૂટછાટ બાદ આ ઓફિસ પાછી ખોલવામાં આવી હતી. જોકે લોકોના ટોળા ભેગા થતા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ નહી જળવાતુ હોવાની બૂમો પણ ઉઠી હતી. હવે મળતી વિગતો પ્રમાણે ઓફિસના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે સવારથી ઓફિસને તાળા મારી દેવાયા હતા . જોકે લોકોને આ બાબતની જાણકારી નહીં હોવાથી આજે પણ મોટી સંખ્યામાં લોકો ઓફિસની બહાર ભેગા થયા હતા .

 

(12:42 am IST)