Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

નર્મદા જીલ્લા સાગબારા વન વિભાગે 25 હજારના ખેરના લાકડા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

બોલેરો ગાડી અને ખેરના લાકડા મળી 1.25 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો પરંતુ લાકડા ચોર ફરાર

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ઘણા સમયથી લાકડા વાહતુકની ફરિયાદો સંભળાઈ રહી હોય વન વિભાગની ટિમો લાંબા સમયથી બાજ નજર રાખતા મોટાભાગે લાકડા ચોરો નાસી છૂટે છે પરંતુ ચોરીનો મુદ્દામાલ વન વિભાગ ના હાથે લાગવા છતાં તસ્કરી અટકવાનું નામ લેતી નથી.

જેમાં મળતી માહિતી અનુસાર સાગબારા રેંજ વિસ્તાર માંથી જંગલ ચોરી ના લાકડા વાહતુક થવાની બાતમી સાગબારા વન વિભાગ ને મળતા તારીખ 5 જૂન ની રાત્રે સાગબારા આરએફઓ એફ.યુ.રાઠોડ અને વન વિભાગ ની ટીમે નાકાબંધી કરતા રણબુડા ગામ પાસે એક બોલેરો પિક અપ ગાડી નં.જી.જે.17 યુ.યુ.1922 ને અટકાવતા વાહન ચાલાકે ગાડી ઉભી રાખી પોતે અંધારા નો લાભ લઈ નાસી છૂટ્યો હતો.ત્યારબાદ પિક અપ ગાડીની તપાસ કરતા વન વિભાગ ની ટીમને ગાડી માંથી ખેરના લાકડા નો જથ્થો મળી આવતા વન વિભાગે લાકડા કિંમત 25000/ -રૂ.તેમજ વાહન ની કિંમત 1 લાખ રૂ.મળી રૂ.1.25.000/- નો મુદ્દામાલ પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

(12:32 am IST)
  • ગાંધીનગર : ધોરણ 10નું સંભવિત પરિણામ 10 જુન આસપાસ આવશે. ધોરણ 10 રેગ્યુલર 8 લાખ 40 હજાર અને 2 લાખ 25 હજાર રિપીટર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. આ વર્ષે ગણિતનું હાર્ડ પેપર હોવાથી પરિણામ નીચું જવાની સંભાવના access_time 10:41 pm IST

  • કોરોનાની પરિસ્થિતિના કારણે સરકારે કર્યા કરકસરના આદેશ :નવા વાહનો ખરીદવા પર સરકારે 2021 સુંધી પ્રતિબંધ ફરમાવ્યો :રાજ્ય સરકાર દ્વારા રચાયેલી અઢીયા કમિટીના સૂચન પર લેવાયો નિર્ણય access_time 10:39 pm IST

  • શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- શાળા શરૂ કરવા હમણા કોઇ ઉતાવળ નહીં, શિક્ષણવીદો સાથે ચર્ચા બાદ નવી પદ્ધતિથી શાળા ખોલીશું.. access_time 10:26 pm IST