Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કેવડિયા ખાતે નર્મદા પોલીસે વાહન ચાલકોને માસ્ક આપી નિયમનું પાલન કરવા બોધપાઠ આપ્યો

ચાર ચાર લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ કેટલાક લોકો હજુ નિયમનું પાલન કરતા ન હોય જેથી નર્મદા પોલીસે મિત્રતાના ભાવે સમજ આપી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા કોલોની નર્મદા માતાની મૂર્તિ નજીક આજે નર્મદા પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું જેમાં વાહન ચાલકો પાસે લાઇસન્સ સહિતના દસ્તાવેજો ની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન જે ચાલકો માસ્ક વગર હતા તેમને પીએસઆઈ કે.કે.પાઠકે માસ્ક આપી નિયમનું પાલન કરવા સૂચના આપી હતી.સાથે સાથે લોક ડાઉન નું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું, જોકે જનતાએ પણ કાર્યક્રમમાં પોલીસને સારો સહયોગ આપ્યો હતો.જોકે ચાર લોકડાઉન પૂર્ણ થવા છતાં અમુક લોકો નિયમ નું પાલન કરતા હોય તેમને પ્રેમ થી સમજાવી માસ્ક આપી આગળ થી લોકડાઉન ના નિયમ નો અમલ કરવા સમજ અપાઈ હતી.

(12:21 am IST)