Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

બોરસદમાં નાયબ મામલતદાર મયુરકુમાર મકવાણા ૨૦ હજારની લાંચ લેતાં ઝડપાયા

વેચાણ દસ્તાવેજ અંગેની હક્ક પત્રકે નોંધ દાખલ કરવા માટે લાંચ માંગી

 

બોરસદમાં નાયબ મામલતદાર મયૂરકુમાર મકવાણા 20 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે ફરીયાદીએ વેચાણ દસ્તાવેજ અંગેની હક્ક પત્રકે નોંધ દાખલ કરવાની અરજી કરેલી  જેથી કામ માટે મયુર મકવાણા (નાયબ મામલતદાર, બોરસદ) ફરીયાદીને રૂબરૂમાં બોલાવી જણાવેલ કે, તમારા વેચાણ દસ્તાવેજ અંગેની હકક પત્રકે નોંધ દાખલ કરવાની અરજી મને મળેલ છે. જેમાં બે-ત્રણ કવેરીઓ છે જેથી નામંજુર કરવી પડે તેમ છે. તેમ કહી કામ માટેના મયુર મકવાણાએ વેચાણ રાખનારની અરજી મંજુર કરવા પેટે ફરીયાદી પાસે રૂ. ૨૫,૦૦૦ ની માંગણી કરી હતી.રકઝકના અંતે રૂ. ૨૦,૦૦૦ આપવાનુ નકકી થયેલ હતું. કામના ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા હોય. આજ રોજ તા.૦૬/૦૬/૨૦૨૦ના આણંદ .સી.બી. પો.સ્ટે. આવી સંપર્ક કરી છટકું ગોઠવામાં આવ્યું હતુંલાંચનુ છટકુ ગોઠવતા મયુર મકવાણાએ ફરીયાદી પાસેથી રૂ. ૨૦,૦૦૦ ની લાંચની માંગણી કરી જેમાં  મયુરકુમાર રામુભાઈ મકવાણા (સર્કલ ઓફિસર-, બોરસદ નાયબ મામલતદારઅધીકારીને  ૨૦ હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ નાયબ મામલતદાર મયુરકુમાર મકવાણા અધિકારીની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(11:19 pm IST)