Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

આવકના દાખલા અને નોન ક્રિમીલીયર સર્ટિ, માટે સરકારનો મોટો નિર્ણંય : મુદત એક વર્ષ લંબાવાઈ

અરજદારે મામલતદાર કચેરી કે કોઈ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી

અમદાવાદઃ સામાન્ય રીતે આવકનો દાખલો અને નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ આ દાખલા મેળવવા માટે વાલીઓને મામલતદાર ઓફિસના કેટલાક ધક્કા ખાવા પડે છે, ત્યારે આ સર્ટી બને છે. પરતું હવે રાજય સરકારે લોકડાઉનને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ આવકના તેમજ નોનક્રિમીલેયર પ્રમાણપત્રોની મર્યાદા એક વર્ષ માટે લંબાવી દીધી છે.

રાજ્ય સરકાર દ્વારા કરેલી જાહેરાત મુજબ SEBC-OBC વર્ગોના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદ્દત એક વર્ષ માટે લંબાવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે હાલ 3 વર્ષની સમય મર્યાદાવાળા પ્રમાણપત્ર છે કે જેની સમય મર્યાદા 31-3-2020 પૂરી થઈ છે તે હવે આરોઆપ 31-3-2021 સુધી લંબાવી દેવામાં આવી છે. એટલેકે આ તમામ લોકોએ આ વર્ષે પ્રમાણપત્રો કઢાવવા માટે લાઈનોમાં ઊભ નહીં રહેવું પડે.

 

આ પ્રમાણપત્રોની મુદ્દત વધારવા માટે કોઈ પણ અરજદારે મામલતદાર કચેરી કે કોઈ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી. આ ઉપરાંત અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાનો જે જાતિના પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC,ST જાતિ પ્રમાણપત્ર ધારકો પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા હશે તે પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે.

જોકે આ વર્ષે જે નવા એડમિશન થવાના છે તેવા વિદ્યાર્થીઓએ આ આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ મેળવવાના રહેશે કે નહીં તે અંગે કોઈ ચોક્કસ જાહેરાત કરી નથી.

(8:19 pm IST)