Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સોશ્યલ સેક્ટરના આશરે ૨૫ સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટ ઓફર કરી

ભારતીય સ્ટાર્ટઅપ્સ-ઇન્ક્યુબેટર્સને ૧૦ કરોડ : જુદા જુદા રાજ્યોના સ્ટાર્ટઅપ્સને પરિવર્તન ગ્રાન્ટસ મળી

અમદાવાદ,તા. ૭ : વર્ષ ૨૦૧૩માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે, ગામનાં નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે ૩ બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો. આ ક્ષેત્રે થોડાં વર્ષ કામ કર્યા પછી તેમણે ફાયકોલીંક ટેકનોલોજીસ નામના એક સ્ટાર્ટ-અપની સ્થાપના કરી, જેમાં શેવાળનો ઉપયોગ સ્થાનિક ઉદ્યોગોના અને દૂષિત પાણીને શુધ્ધ કરવા માટે કરવામાં આવ્યો અને તેના વડે તળાવો તથા અન્ય જળસ્થાનોના પાણી શુધ્ધ કરવામાં આવ્યા. આ ઉપાય ઓર્ગેનિક પ્રકારનો છે અને તેનો આસાનીથી ઉપયોગ થઈ શકે છે. ફાયકોલીંક ટેકનોલોજીસનો એચડીએફસી બેંકે પરિવર્તન ગ્રાન્ટસ જે સ્ટાર્ટ-અપ્સને આપી છે તેવા ૨૫ સ્ટાર્ટ-અપ્સમાં સમાવેશ થાય છે એમ એચડીએફસી બેંકના હેડ, સીએસઆર કુ.આશીમા ભટ્ટ અને સ્ટાર્ટ અપ્સના કન્ટ્રી હેડ કુ.સ્મીતા ભગતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ આપવાનો ઉદ્દેશ સામાજીક ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટ-અપ્સને લાંબાગાળાનું પરિવર્તન હાંસલ કરી શકે તેવા અનોખા ઉપાયો શોધવામાં સહાયરૂપ થવાનો છે. પહેલા ચરણમાં એચડીએફસી બેંકે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ઇન્ક્યુબેટર્સને રૂ. ૧૦ કરોડનું વિતરણ કર્યું છે. પરિવર્તનનો અર્થ બદલાવ થાય છે અને બેંક તેના દ્વારા સમાજમાં દૂરગામી પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ છે. આ પરિવર્તન માત્ર વિવિધ પ્રકારના ઈંસીએસઆર પ્રયાસોને માત્ર સહયોગ આપવાનો નથી, પરંતુ તેનાથી સીએસઆર હેઠળ ઉદ્યોગસાહસિક વ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળે છે અને સામાજીક મુદ્દાઓ હલ કરવાના લાંબા ગાળાના ઉપાયો હાથ ધરી શકાય છે. આ ઉપાયો પર્યાવરણ, ઈંવેસ્ટ મેનેજમેન્ટ અને ઈંઆરોગ્ય તથા શરીર સૌષ્ઠવ અંગેના હોઈ શકે છે. પરિવર્તન ગ્રાન્ટસ માત્ર મુંબઈ, પૂના કે દિલ્હીના સ્ટાર્ટ-અપ્સને અપાઈ નથી, પણ જમશેદપુર, ઓરિસ્સામાં કાલાહાંડી, કોચી, તિરૂવનંતપુરમ, હૈદ્રાબાદ જેવા કેટલાંક અન્ય શહેરોમાં પણ આપવામાં આવી છે. એચડીએફસી બેંકના હેડ, સીએસઆર કુ.આશીમા ભટ્ટ અને સ્ટાર્ટ અપ્સના કન્ટ્રી હેડ કુ.સ્મીતા ભગતે ઉમેર્યું કે, પરિવર્તન ગ્રાન્ટસ એ આ મંઝીલમાં સહયોગ અને પોત્સાહન આપવાનો અમારો એક પ્રયાસ છે. પરિવર્તન ગ્રાન્ટસ એ આપણે જે સમાજમાં કામ કરીએ છીએ તેમાં લાંબા ગાળાના હકારાત્મક પરિવર્તન માટે અમારી કટિબધ્ધતા છે.

(9:30 pm IST)