Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નર્મદા જિલ્લામાં નોન આલ્કોહોલીક બિયર શોપ ખુલી જતા ભારે ચિંતા

નર્મદા: જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહ્યા છે. હવે પ્રવાસીઓ અને સ્થાનિકોને એવી આશા બંધાઈ છે કે કેવડિયાને કેન્દ્રશાસિત સરકાર બનાવી દેશે. જેને લઈને ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થઈ ગઈ હોય તેમ યાત્રા ધામની બહારજ ઠેર ઠેર નોન આલ્કોહોલિક બિયર શોપો ખુલી ગયા હતા.

કારણે જિલ્લાના ધાર્મિક પ્રવાસનધામ ગણાતા નીલકંઠ ધામ પાસેજ નોન આલ્કોહોલિક બિયર શોપની હાટડીઓ ખુલી જતાં હાલમાં પોલીસની દારૂબંધીના ડ્રાઈવમાં જિલ્લામાં ખુલાયેલા આવા નોનઆલ્કોહોલીક બિયર શોપના બેનરો તોડીને વેપારીઓને પ્રમાણે જાહેરમાં બિયરના બોર્ડ લગાવી નહિ વેચવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસે રેડ કરી જિલ્લામાં આવેલા આવા બિઅર શોપના બેનરો તોડી નાખ્યા છે. અને તેમના પાસેના લાઇસન્સ પણ ચેક કર્યા હતા. અને આગામી દિવસોમાં આવી સોંપ નહીં ખુલે એની પોલીસે ખાતરી આપી હતી. જોકે વેપારીઓ પાસે સોફ્ટ ડ્રિંકના લાયસન્સ હતા. પરંતુ બિઅર શોપના નામે વેપાર કરતા હોવાથી પોલીસે હાલ પૂરતું બેનરો તોડી સંતોષ માન્યો છે.

(6:08 pm IST)