Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પેટલાદથી બોરસદ જતા હાઇવે પર કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 9ને ગંભીર ઇજા

પેટલાદ: શહેરથી બોરસદ તરફ જવાના રોડ ઉપર આવેલાર રૂપિયાપુરા પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક દૂધની ટેન્કર અને વેગનઆર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પેટલાદના નારીયાપાડા ખાતે રહેતા અભિષેક મોહિતભાઈ શાહ (ઉ. વ. ૩૨)પત્ની વિશ્રત્તિબેન (ઉ. વ. ૨૮)અને ૧૧ માસની પુત્રી દિષ્ટીને પોતાની વેગનઆર કારમાં લઈને બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલા રૂપિયાપુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દૂધની ટેન્કરે ટક્કર મારતાં કારની આગળના ભાગનો લોચો થઈ જવા પામ્યો હતો. 

(5:32 pm IST)