Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નડિયાદના પવનચક્કી રોડ પર મકાનમાં આગ ભભૂકતા અફડાતફડી: માલસામાન બળીને ખાખ

નડિયાદ: શહેરના પવચક્કી રોડ પર આવેલ જ્યોતી સોસાયટીના આર-૨ નંબરના મકાનમાં નરેશભાઇ અસારીનુ મકાન છે.આ મકાનમાં નિશાંત અસારી  અને તેની માતા રહે છે.ચર્ચાતી વાતો મુજબ આજે સવારે નિશાંતે પોતે પોતાના ઘરમાં પેટ્રોલ છાંટી આગ લગાડી હતી.જો કે નિશાંતની માતા તેમની દિકરીના ઘરે ગયા હતા અને નિશાંત ઘરે એકલો હતો.આ દરમ્યાન નિશાંતે કોઇ અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટી આગ લગાડી હતી.


જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.જેના કારણે ઘરમાં રહેલ મોટા ભાગની ચીજવસ્તુઓ બળીને રાખ થઇ ગઇ હતી.આ ઘટનાની જાણ આજુબાજુ રહેતા લોકોને થતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા. 

(5:29 pm IST)