Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બારડોલી: ભચાઉથી સુરત લઇ જવાતા 15.91 લાખના લોખંડના સળિયા લઇ જતા ટ્રક ચાલકને લૂંટી 3 શખ્સો ફરાર

બારડોલી:કચ્છનાં ભચાઉથી રૂ.૧પ.૯૧ લાખનાં લોખંડનાં સળિયા ભરી સુરતનાં કડોદરા ખાતે જતા ટ્રેઈલરના ંચાલક અને ક્લીનરને ઈન્ડીકા ગાડીમાં આવેલા ૩થી ૪ અજાણ્યા ગુજરાતી ભાષી શખ્સોએ માંગરોલ તાલુકાનાં ધામડોદ ગામે ને.હા.નં.૪૮ પરથી બંધક બનાવી વાલીયા તરફ લઈ જઈ છોડી દીધા હતા. સળિયા ભરેલું ટ્રેઈલર નંદાવ પાટીયાથી અંદર લઈ ગયા બાદ સવારે ખાલી ટ્રેઈલર હાઈવે સાઈડેથી મળતા કોસંબા પોલીસે લૂંટનો ગુનો નોંધી મોબાઈલ ટેકનોલોજીથી શોધખોળ હાથ ધરી છે.

કચ્છનાં ભચાઉથી રાજ ટ્રાન્સપોર્ટનું ટ્રેલર (નં.જીજે-૧ર-બીટી-૯૩૩૫)નાં ચાલકે ખેમારામ ભુરારામ ચૌધરી (મૂળ રહે.માંગાલી સુવાલા, તા.શિવ, જિ.બાડમોર, રાજસ્થાન) ટ્રેઈલરમાં ૩પપપ૦ કિલોગ્રામ (૩પ ટન) લોખંડનાં સળીયા કિંમત રૂ.૧પ,૯૧,૧પ૦ ભરીને બે ક્લીનર કવરારામ ગોસાઈ રામ ચૌધરી અને ભગવાનરામ લાખારામ ચૌધરી સાથે સુરતનાં કડોદરા ખાતે ખાલી કરવા માટે નીકળ્યા હતા. 

(5:28 pm IST)