Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સુરત: કેબલ સ્ટઇડ બ્રિજ પર ડેકોરેશનની એલઇડી ચોરી થતા તપાસ શરૂ

સુરત: શહેર માટેનું નજરાણું બનેલા ૧૫૦ કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટઈડ બ્રિજ પર ડેકોરેશન માટે મુકેલી લાઈટની ચોરી થઈ ગઈ છે. સુરત પાલિકાએ કેબલ બ્રિજ પર મુકેલી લાઈટમાંથી રૂા.૪.૫૦ લાખની લાઈટની ચોરી થતાં મ્યુનિ. તંત્રએ પોલીસમા અરજી આપી છે. પોલીસે કેબલ બ્રિજના લાઈટીંગની કામગીરી સાથે સંકળાયેલા લોકોની માહિતી માગી છે તેની ચકાસણી બાદ ફરિયાદ નોંધાશે. 

૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ તાપી નદીના અડાજણ-અઠવાલાઈન્સ વચ્ચે ૧૫૦ કરોડના ખર્ચે બનેલો કેબલ બ્રિજ નુ લોકાપર્ણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. રાજ્યના પહેલા ટુ વે કેલબ બ્રિજ પહેલા જ દિવસથી લોકોની અવર જવર સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયો છે. રાત્રીના સમયે કેબલ બ્રિજના ભાગમાં ખાસ પ્રકારની અલગ અલગ કેપીસીટી ધરાવતી એલ.ઈ.ડી. લાઈટ મુકવામા ંઆવી છે. 

(5:28 pm IST)