Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વડોદરામાં લાઈટ મંગાવી આપવાનો ઓર્ડર મેળવી પુનાના ઠગ દંપતીએ 7.92 લાખની ઠગાઈ આચરતા તપાસ શરૂ

વડોદરા: શહેરમાં ચાઇનાથી ફ્લડ લાઇટ મંગાવી આપવાનો ઓર્ડર મેળવી પુનાના ઠગ દંપતીએ રૃા.૭.૯૨ લાખની ઠગાઇ બાજવાડામાં આવેલી અમીત લાઇટીંગ નામની દુકાનના વેપારી સાથે કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

હરણી રોડ પર સ્વાદ ક્વાર્ટસમાં રહેતા અમીત છોટુભાઇ કહાર બાજવાડાના નાકે મંગળબજારમાં અમીત લાઇટીંગ નામે  ઇલેક્ટ્રિક સામાનનો વેપાર કરે છે. અમીતનો ભાઇ રવિનો મિત્ર સોમનાથે આફ્રિકા જતા પહેલાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વસ્તુની ખરીદી કરવી હોય તો પુનામાં રહેતા કમલેશ શર્માનો સંપર્ક કરશે તો દુકાન સુધી ડિલીવરી મોકલશે.  સોમનાથના રેફરન્સ બાદ અમીત કમલેશ શર્મા સાથે ધંધા બાબતે વાતચીત કરતો હતો.

(5:26 pm IST)