Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નવસારી, અને અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ : સુરત જિલ્લામાં વાદળો છવાયા

બીલીમોરા, આહવા, સાપુતારા, સુબીર, વધઈ અને પારડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદથી ઠંડક પ્રસરી

સુરત ;દક્ષિણ ગુજરાતમાં  વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી સહિત બિલીમોરા સહિતનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે ઉપરાંત સુરત જિલ્લાનાં વાતાવરણમાં પણ પલટો આવતા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. આ સાથે ધીમી ગતીએ પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબીર, વઘઈ તાલુકાનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ત્યાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે. નવસારીના ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડના પારડી અને આસપાસના વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. જો વધારે વરસાદ પડશે તો કેરીનો અને અન્ય પાક ખરાબ થાય તેવી ચિંતા પણ ખેડૂતોમાં વ્યાપી રહી છે.

(12:37 pm IST)