Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો :તાપી-વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ

પારડી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ :ગરમીમાં આંશિક રાહત :ખેડૂતોને કેરીના પાકને નુક્શાનની ભીતિ

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે બીજી તરફ, તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. પારડી અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને બફારાથી આંશિક રાહત મળી તો છે, પણ બીજી તરફ વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે.


તાપી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અતિશય ગરમીથી વાતાવરણમાં સામાન્ય રાહત મળતા લોકોને આંશિક રાહત મળી છે. સવારથી વરસાદી વાતાવરણને કારણે વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ આશા બંધાઈ છે.

 
(12:21 pm IST)