Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પૂ.સરલાદીદીનું ત્યાગ, તપસ્યા, સેવામય વ્યકિતત્વથી સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન : વિજયભાઈ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે.મુખ્યમંત્રીએ બી. કે. સરલા દીદીને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, પ૦ વર્ષથી તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે સેવાઓ આપીને ત્યાગ, તપસ્યા, સેવામય વ્યકિતત્વથી સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું.શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયોગિની સરલા દીદીએ અનેક દેશોમાં પ્રવાસ કરીને રાજયોગ અને ભારતીય સંસ્કૃતિના કરેલા પ્રસારની પણ સરાહના કરી છે.તેમણે સદ્દગતને શોકાંજલી પાઠવતા સરલા દીદીના આત્માની પરમશાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી છે.

(11:59 am IST)
  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • કેરળમાં નૈઋત્ય ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉનઃ રાજયમાં ઠેરઠેર વરસાદ શરૂ : નૈઋત્ય ચોમાસુ આવતીકાલે કેરળમાં પ્રવેશ કરશેઃ દેશભરના લોકો તેના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચોમાસાનું આગમન થાય એ પૂર્વે રાજયમાં અનેક સ્થળે વરસાદ વરસવો શરૂ થયો છેઃ થિરૂવનંતપુરમમાં ગઇ રાતથી વરસાદ પડી રહ્યો છેઃ ચોમાસાનું આગમન ૧ સપ્તાહ મોડુ થઇ રહ્યું છે. access_time 3:48 pm IST

  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST