Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સુરત અગ્નિકાંડની તપાસ કર્તા અને પબ્લિક પ્રોસીકયૂટર બન્ને ભાવનગરના તળાજાના વતની

બન્ને એ તળાજામા વકીલાત પણ કરી છેૅં એક પોલીસ અધિકારી બન્યા બીજા ન્યાયાલયના પી.પી

ભાવનગર, તા.૭: સુરત અગ્નિકાંડમાં એકસાથે બાવીસ માસૂમ બળી ને ભડથું થઈ ગયા. રાજય અને દેશ ભરમાં તંત્રમાં ચાલતા લોલમ લોલની ચર્ચાઓ જાગી. પોલ ખુલી. બનાવના પગલે પોલીસ ફરિયાદ થઈ. જેમાં ન્યાય અપાવવાની જેમના શિરે જવાબદારી છે તે બન્ને યુવા પોલીસ અધિકારી અને સરકારી વકીલ તળાજાના વતની છે. જેનું તળાજા વાસીઓને ગૌરવ છે.

જેમના હાથમાં આમ જનતાની સુરક્ષાની જવાબદારી છે તેવા અધિકારીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે નિયમોને નેવે મૂકયા હોવાનંુ સુરતની તક્ષશીલા આરકેડ નામની સંસ્થામાં લાગેલી આગમાં બાવીસ માસુમો જીવતા ભૂંજાય જતા બહાર આવ્યૂ.

હવે જેમણે નિસ્થા નેવે મૂકી છેતેવા જવાબદારો વિરુદ્ઘ ફોજદારી રાહે કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં સુરતના એ.એસ.પી રાજેન્દ્રસિંહ સરવૈયા તપાસ કર્તા અધિકારી છે.

આરોપીને ઝબ્બે કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તે સમયે આરોપી વધુ દિવસ પોલીસ કસ્ટડીમાં રહે તે માટે પબ્લિક પ્રોસીકયૂટર તરીકે ફરજ બજાવનાર બકુલ પરજીયા છે. પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ સરવૈયા અને બકુલ પરજીયા બન્ને એ એક સમયે તળાજા માં વકીલાત પણ કરી છે. જોગાનુજોગ આજે બન્ને સાથે સુરત અગ્નિકાંડમાં હોમાયેલ નિર્દોષ ૨૨ વ્યકિતને ન્યાય અપાવવા માટે પોત પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

(11:47 am IST)