Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મોંઘવારીના મારની અસર, બેન્કોમાં ડિપોઝિટ મૂકવાના પ્રમાણમાં ઘટાડો

એમએસએમઇ સેકટરને ફાળવણીથી બેંકોનું ધિરાણ ૯.૧૧ ટકા વધ્યું : માર્ચ-૨૦૧૮માં ડિપોઝિટના ૬.૧૯ ટકા સામે ૨૦૧૯માં ઘટીને ૫.૨૬ ટકા

અમદાવાદ, તા.૭: રાજયમાં માર્ચ, ૨૦૧૯માં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં  બેંકોની ડીપોઝીટમાં રુ. ૩૪,૮૫૬ કરોડ (૫.૨૬ ટકા) અને ધિરાણમાં રુ. ૫૧,૨૭૨ કરોડ (૯.૫૧) ટકાનો ગ્રોથ  જોવા મળે છે. કૃષિ ધિરાણ ઘટીને ૪.૬૨ ટકા થયું છે. જોકે, MSME સેકટરમાં ધિરાણ વધ્યું હોવાથી બેંકોમાંથી ધિરાણ વધ્યું છે.  ડિપોઝીટ દ્યટી છે તેના જુદા જુદા અર્થદ્યટના નીકળી રહ્યાં છે. એક મત મુજબ બેન્કોમાં ડિપોઝીટ વધી નથી મતલબ આ પૈસા કયાં તો મ્યુચ્યુઅલ ફંડમાં, સ્ટોકમાં ટ્રાન્સફર થયા છે. લોકોની બચત ઓછી થઈ છે. ચોથો મુદ્દો મોંદ્યવારીનો માર પડતા લોકોએ પૈસા બેન્કમાં મુકવાનું ટાળ્યું છે. બીજી તરફ ધિરાણમાં નજીવો વધારો એવું સૂચવે છે કે કંપનીઓએ ચાલુ ધંધો ટકાવી રાખો બાકી નવું ધિરાણ લઈને હમણાં નવું કંઈ નહીં કરવાનું વલણ દાખવ્યું છે. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને રુ. ૨,૦૫૦ કરોડની ચૂકવણી કરાઈ છે. સ્ટેટ લેવલ બેંકિંગ કમિટીના અહેવાલની આંકડાકીય વિગતોને ધ્યાનમાં લેતાં માર્ચ, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં બેંકોની ડીપોઝીટ રુ. ૩૪,૮૫૬ કરોડ વધીને  રુ. ૬,૯૭,૨૫૦ કરોડ થઈ છે. આમ, ડીપોઝીટમાં ફકત ૫.૨૬ ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે બેંકોની ડીપોઝીટમાં ૬.૧૯ ટકા વધારા સાથે રુ. ૬,૬૨,૩૯૪ કરોડ હતી. બેંકોના ધિરાણમાં ૯.૫૧ ટકાનો વધારો નોંધાયો છે. જોકે, MSME સેકટરને અપાયેલા ધિરાણને લીધે બેંકોના ધિરાણમાં ૯.૫૧ ટકાનો વધારો જોવા મળે છે. બેંકોનું કુલ ધિરાણ રૂ. ૫,૯૦,૬૬૪ કરોડ થયું છે. જે પૈકી કૃષિ ક્ષેત્રને  રુ. ૩,૬૬૯ કરોડડના વધારા સાથે કુલ રુ. ૮૩,૧૫૭ કરોડ, પ્રાયોરિટી સેકટરને રુ. ૪૩,૮૨૮ કરોડના વધારા સાથે કુલ રુ.૨,૭૦,૮૩૬ કરોડ, જયારે MSME સેકટરને રુ. ૩૨,૩૦૩ કરોડના વધારા સાથે કુલ રુ. ૧,૨૭,૧૭૪ કરોડ અને વીકર સેકશનને ૩,૮૨૧ કરોડના વધારા સાથે કુલ  રુ. ૪૫,૧૨૦ કરોડનો સમાવેશ થાય છે. ગત વર્ષે બેંકોનું ધિરાણ રુ. ૫,૩૯,૩૯૨ કરોડ હતું.

(10:45 am IST)