Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સ્‍ટેટ GSTનું ઓપરેશન રેડ ફલેગ ૧૦૭૩ કરોડનું ટેકસ કલેકશન થયું!

GSTN પાસેથી ૩૭ હજાર વેપારીની વિગતો સ્‍ટાફે મેળવી

અમદાવાદ તા. ૭ :.. ટેકસ ન ભરતા હોય તેવા કે રિટર્નમાં મોટા તફાવત જણાતા હોય તેવા વેપારી કે પછી માત્ર બિલ જનરેટ કરતા હોય તેવા વેપારીને પાઠ ભણાવવા સ્‍ટેટ જીએસટીએ ઓપરેશન રેડ ફલેગ શરૂ કર્યુ છે. આ ઓપરેશન રેડ ફલેગના ભાગ ૧ થી પ અંતર્ગત ડીપાર્ટમેન્‍ટે ૩૭,પ૮૧ વેપારીને નોટીસ ફટકારીને તેમની પાસેથી રૂા. ૧૦૭૩ કરોડના ટેકસની વસુલાત કરી છે. નોંધાયેલા વેપારીની વાંધાજનક વિગતો મેળવીને સ્‍ટેટ જીએસટી દ્વારા બે મહિનાથી આ કવાયત શરૂ કરવામાં આવી છે. તેનો રિસ્‍પોન્‍સ જોતા ઓપરેશન રેડ ફલેગ વેગવંતુ બનાવવામાં આવ્‍યું છે.

રેડ ફલેગના જુદા જુદા ભાગ મુજબ અપાતી નોટીસ અંગે ડીપાર્ટમેન્‍ટ ખાતેથી જાણવા મળતી વિગતો એવી છે કે, નોંધાયેલા વેપારી, કે જેઓ જીએસટી રિટર્ન જ ન ભરતા હોય, તેમને રેડ ફલેગ-૧ મુજબ નોટીસ ફટકારવામાાં આવે છે. ડીપાર્ટમેન્‍ટ દ્વારા આવા ૧૧૯૦૦ વેપારીને નોટીસ ફટકારી તેમની પાસેથી ૮૧૩ કરોડનો કર વસુલ કર્યો છે.

જે વેપારીના જીએસટીઆર-૩ બી અને જીએસટીઆર-૧ ના ડેટામાં રૂા. પાંચ લાખ કે તેનાથી વધુનો તફાવત હોય એટલે કે વેપારી દ્વારા કંઇ ખોટુ કરવાનો પ્રયાસ થયો છે. રિટર્ન અને ખરીદના આંકડામાં પાંચ લાખનો તફાવત હોય તો તેવા ૧૪૦૦ વેપારીને રેડ ફલેગ-ર મુજબ નોટીસ ફટકારી રૂા. ૩૪.૮૩ કરોડનો ટેકસ વસુલાયો છે. જે વેપારીની ઇનપુટ ટેકસ ક્રેડિટમાં પણ મોટો તફાવત આવતો હોય તેવા ૯પ૪૦ વેપારીને નોટીસ ફટકારી છે.

કયા ફલેગ હેઠળ કેટલી વસુલાત ?

રેડ ફલેગ-૧ : ૧૧૯૦૦

વેપારીને નોટીસ આપી ૮૧૩ ટેકસ કલેકશન

રેડ ફલેગ-ર :  ૧૪૦૦ વેપારીને નોટીસ ફટકારી ૩૪.૮૪ કરોડની વસુલાત

રેડ ફલેગ-૩ : ૬૪૧ વેપારીને નોટીસ ફટકારી ૧.૬૦ કરોડની વસુલાત

રેડ ફલેગ-૪ : ૧૪૧૦૦ વેપારીને નોટીસ ફટકારી ર૧૭ કરોડની વસુલાત

રેડ ફલેગ-પ : ૯પ૪૦ વેપારીને નોટિસ ફટકારી ૭.૪૧ કરોડની વસુલાત કરી.

(10:36 am IST)