Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જુના ભરૂચમાં લાલભાઈની પાટમાં મકાનનો બીજો માળ અચાનક ધરાશાયી ::યુવતીનું કરૂણમોત : આધેડને ઇજા

પિયર આવેલી પુત્રી મયુરીને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢી પરંતુ ગંભીર ઇજાને કારણે કરૂણમોત ;પિતાને ઇજા

જુના ભરૂચના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલ લાલભાઈની પાટ ઉપરના એક મકાનનો બીજો માળ અચાનક ધરાશાયી થતા મકાન માલિકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે તેમની ૩૨ વર્ષીય પુત્રીનું મોત નીપજયું હતું.

 આ અંગે મળતી વિગત મુજબ ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારના લાલભાઈની પાટ ખાતે ઘર નંબર.૬૨૮ માં રહેતા બીપીનચંદ્ર અમરતલાલ મકવાનાના બાજુનું ઘર જર્જરિત હોય પાલિકા દ્વારા નોટિસ અપાતા તેના ઉતારવાનું કામ ચાલુ હતું. જેથી બીપીનચંદ્રના મકાનની દીવાલ નબળી પડતા તા.૬ની રાતે ૯.૩૦કલાકની આસપાસ અચાનક ઘરનો બીજો માલ ઘરાશાયી થતા ઘરના કાટમાળમાં ૩૨ વર્સીય મયુરી બીપીનચંદ્ર મકવાણા દબાઈ હતી. જયારે તેના પિતાને આંખે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી

   . આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મયુરીનું રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું હતું.બાદમાં કાટમાળ માંથી માયુરીને બહાર કાઢી તત્કાળ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાતા સારવાર મળે તે પહેલાજ તેનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પતિ ફોટોગ્રાફર હોઈ અને લગ્નના ઓર્ડર ઉપર હતો. જેથી પત્ની મયુરી પિતા ઘરે મળવા ગઈ હતી.

(9:59 am IST)