Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પતિએ વ્યાજખોર સાથે સબંધ બાંધવા મજબુર કરતા અને જેઠની બળજબરીથી ત્રાસીને પરિણીતાએ ગળેફાંસો ખાધો

સુરતના કામરેજની ઘટના ;એક સંતાનની માતાને સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ બાદ હદ વળોટી જતા અંતિમ પગલું ભર્યું

 સુરત:સુરતના કામરેજમાં પતિએ વ્યાજખોર સાથે સબંધ બાંધવા મજબુર કરતા અને જેઠ દ્વારા પણ બળજબરી કરાતી હોવાથી અંતે કંટાળીને પરણીતાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે  કામરેજમાં એક સંતાનની માતાને સાસરી પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપી જેઠ દ્વારા અઘટીત માંગ માટે મજબૂર કરાતા હારી થાકીને અંતિમ પગલું ભર્યું હતું

  અંગેની વિગત મુજબ સુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા ફરિયાદી લાલજીભાઇ હરજીવન રાઠોડ દ્વારા કામરેજ પોલીસ મથકે કરાયેલી ફરિયાદમાં પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં. ૩૫)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા. લગ્નના ગણતરીના દિવસોમાં સાસરિયા પક્ષે પોત પ્રકાશી જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૃ કરી દીધું હતું. જે બાબતે જાગૃતિએ પોતાના પિયર પક્ષમાં સાસરિયાઓના ત્રાસ અંગેની કેફિયત રજૂ કરી પિયર આવી ગઇ હતી.

   જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી. બે ત્રણ વર્ષના સમયગાળા બાદ જાગૃતિએ એક દીકરાના જન્મ આપી પોતાના પરિવારજનોને માનસિક ત્રાસ સાસરી પક્ષ દ્વારા હજુ પણ આપવામાં આવતો હોય, સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૃપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.

  સાસરી પક્ષથી અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી ત્યારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પિતા સહિત સમામ લોકો કામરેજ દોડી ગયા હતા. જ્યાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી. જે અંગે જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે () પરેશ સવજીભાઇ પરમાર (પતિ) () ભાનુબેન સવજીભાઇ પરમાર () મીનાબેન ભરતભાઇ () જયેશ સવજીભાઇ પરમાર () હરેશ સવજીભાઇ પરમાર સામે કામરેજ પોલીસે ૩૨૩, ૩૦૬, ૪૯૮ () દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 સાસરી પક્ષવાળાઓ માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બોલાવી બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે, તેમજ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૃપિયા લઇ મારી સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતા. અને મારા જેઠ દારૃ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી જિંદગી ના જીવાતી જીવ ટૂંકાવી અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

(12:21 am IST)