Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કપડવંજ-ડાકોર રોડ પર રિશમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

ઠાસરા:પોલીસે કપડવંજ-ડાકોર રોડ ચંદાસર હોટલ આગળથી રીક્ષામાંથી વિદેશી દારૂ સાથે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા રીક્ષા મળી કુલ રૂપિયા ૬૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા પોલીસ આજે વહેલી સવારે ડાકોર-કપડવંજ રોડ ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન ચંદાસર તુલસી હોટલ નજીકથી પસાર થતી રીક્ષાને શંકાની આધારે ઉભી રખાવી રીક્ષા ચાલકની પૂછપરછ કરતા મહેશ રાવજીભાઈ રાઠોડ (રહે.મૂળીયાદ) હોવાનું જણાવ્યું હતું. રીક્ષાની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં.૨૪૦ કિંમત રૂપિયા ૧૬,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ એક મોબાઈલ રૂપિયા ૨૦૦ તથા રૂપિયા ૫૦,૦૦૦ની રીક્ષા મળી કુલ રૂપિયા ૬૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:09 pm IST)