Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

આજથી ત્રણ દિ' વડોદરામાં IAS ઓફિસરોની ચિંતન શિબિરઃ શહેરી વિકાસના મુદે મુખ્યમંત્રીનું સંબોધન

રાજકોટ મ્યુ.કમિશનર બંછાનિધી-કલેકટર રાહુલ ગુપ્તા સહીતના અધિકારીઓની ઉપસ્થિતિઃ વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરે તેવી શકયતા

રાજકોટ તા. ૭ : આજથી રાજય સરકારના ઉપક્રમે વડોદરા ખાતે રાજયભરના IAS ઓફિસરો માટે ચિંતન શિબિરનું આયોજન આજે તા.૭ થી ૯ એમ ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે.

આ અંગે રાજકોટના મ્યુ.કમિશનર બંછાધિની પાનીએ જાહેર કર્યા મુજબ આજે તા. ૭ થી ૯ સુધી વડોદરા મુકામે રાજયભરના IAS ઓફીસરો માટે રાજય સરકારના ઉપક્રમે ચિંતાન શિબીરનું આયોજન થયું છે જેમાં રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા ત્થા મ્યુ. કમિશનર બંછાનિધીપાની સહીતના સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

શ્રી પાનીના જણાવ્યા મુજબ આ ચિંતન શિબિરમાં IAS ઓફીસરોના ૯ ગ્રુપો બનાવીને ''શહેરી વિકાસ'' વિષય હેઠળ ચિંતન થશે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇકવીટપમેન્ટ, વોટર મેનેજમેન્ટ, ટી.પી.સ્કીમ સહીતના મુદ્દાઓ આવરી લેવાશે.

આ શિબરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહી અને અધિકારીઓને સંબોધીને પ્રોત્સાહીત કરશે.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ વિડીયો કોન્ફરન્સ મારફત શિબીરાર્થીIAS ઓફીસરોને પ્રેરક ઉદ્દબોધન કરી અને પ્રોત્સાહીત કરે તેવી શકયતાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે.

(4:00 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST

  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST