Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મહેસાણાના મોહનપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ :છ લોકોને ઇજા

મોડીરાત્રે ઘાતક હથિયારો સાથે બે જૂથ સામસામે આવ્યા : કડક બંદોબસ્ત ગોઠવાયો

મહેસાણા મોહનપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. ઘાતક હથિયારો સાથે સામ સામે આવી ગયેલા ટોળાંએ એકાબીજા પર હુમલો કરતા છ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

  મળતી માહિતી પ્રમાણે મહેસાણાના મોહનપુરા વિસ્તારમાં રહેતા દીપકજી ઠાકોરને આ વિસ્તારમાં રહેતા રાજેશ ઠાકોર અને કરણ ઠાકોરે ફોન કરી રેલવે સ્ટેશન બોલાવ્યો હતો અને જૂની અદાવતના કારણે બંને વચ્ચે જોરદાર મારપીટ થઇ હતી.

 બંને જૂથના ટોળાંએ ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જઇ એકાબીજા પર હુમલા કરતા ટીકાજી વદાજી, ઇશ્વરની બદાજી, અજયજી ગમાજી, દિનેશજી પ્રતાપજી અને દીપક ઠાકોર સહિત છને ઇજા પહોંચી તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાના કારણે મોહનપુરા વિસ્તારમાં ભારે તંગદિલી છવાઇ હતી. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

(12:03 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST