Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બારડોલી નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત:ડ્રાયવરનું મોત : 40 મુસાફરોને ઇજા

જલગાવ અને સુરત વચ્ચે દોડતી લક્ઝરી બસના ચાલકે ઓવર ટેક કરવા જતા ટ્રકની પાછળ ઘૂસી

સુરત જિલ્લાનાં બારડોલી નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવર ટેક કરવાની લ્હાયમાં લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી જતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વહેલી સવારે થયેલા અકસ્માતને લઈને નિંદ્રાધિન તમામ મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બસમાં સવાર 40 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમને સુરતની સરદાર હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રનાં જલગાવ અને સુરત વચ્ચે દોડતી લક્ઝરી બસને બારડોલી નજીક ગમખ્વાર નડ્યો હતો. પૂરપાટ સ્પીડમાં દોડતી બસના ચાલકે ઓવર ટેક કરવા જતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ડ્રાઈવરે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 40 જેટલા મુસાફરોને ઈજા પહોંચતાં સુરત જિલ્લાની સરદાર હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(11:51 am IST)