Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સેલવાસ પોલીસે સાત ટન કોપર ચોરીનો ભેદ ઉકેલ્યો :બે શખ્સોના 10 દિવસના રિમાન્ડ મંજુર

પોલીસે ટ્રક્નું ટ્રેસ થયેલું લોકેશન પુના મોકલ્યું:વાપીનો સચિન અને અન્યએ ચોરીને આપ્યો હતો અંજામ

વાપીના સેલવાસ આમલી ખાતે એક ટ્રકમાંથી સાત ટન ચોરીનો ભેદ ઉકેલાયો છે અને ઝડપાયેલા બંને શખ્સોના કોર્ટે સાત દિવસના રિમાન્ડ આપ્યા છે આ અંગેની વિગત મુજબ ટ્રકમાં  GPS ટ્રેકિંગ ડિવાઈઝ લાગ્યું હતું. જેથી ટ્રકનું લોકેશન ટ્રેસ કરતા ટ્રક પૂના હોવાનો ખુલાસો થયો હતો. જેથી સેલવાલ પોલીસે ટ્રકનુ ટ્રેસ થયેલુ લોકેશન પુણા મોકલ્યુ હતું. તેમજ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. વાપી ખાતે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી ચુકેલા સચિન અને અન્ય શખ્સે 31 મેના દિવસે કોપર ભરેલી ટ્રક ચોરી હતી.

(11:50 am IST)