Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમદાવાદ AMTSના કંડકટરને મદારીની મીમીક્રી બદલ સજાઃ પગાર કાપી લેવાયોઃ વીડીયો મીડીયામાં હિટ

અમદાવાદ તા. ૬ :.. એએમટીએસના એક કંડકટરનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં ડયુટીના ફુરસદના સમયે તે મદારીની મિમિક્રી કરી રહ્યો હતો જેથી મ્યુનિ.ના અધિકારીઓને કંડકટરની ભૂલ ગણી, તેનો જવાબ સાંભળ્યા વિના જ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં નિર્ણય લેવાયો હતો જો કે, પાછળથી દબાણ વધતાં સજા હળવી નોકરીમાં પરત લેવાયા હતા અને એક દિવસનો પગાર કાપી લેવાની સજા કરાઇ હતી.

એએમટીએસની મેઘાણીનગરથી ઘુમા રૂટની પ૦ નંબરની બસમાં ફરજ બજાવતાં કંડકટર મેહુલભાઇનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો  જેમાં તેઓ ટિકીટના પોકેટ સાથે મદારીના ખેલ દર્શાવી રહ્યા હતા અને આબેહૂબ મદારીની મિમિક્રી કરી રહ્યા હતાં. (પ-૧૧)

(11:48 am IST)