Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શ્રેષ્ઠ વહીવટ માટે શું કરી શકાય ? વડોદરામાં ચિંતન કરતા મંત્રીઓ, આઇ.એ.એસ. અધિકારીઓ

ગાંધીનગર, તા. ૭ : આજથી ગુજરાત સરકારની ૭થી ૯ જૂન સુધી વડોદરામાં ચિંતન શિબિર યોજાયેલ છે. ગુરૂવારથી ત્રણ દિવસ સુધી વડોદરાથી સરકાર ચાલશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સરકારના મંત્રીઓ અને સંત્રીઓ પરિણામલક્ષી વહીવટી અંગે ચિંતન કરશે. સાથે ર૦૧૯માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આગામી સમયમાં સરકાર સામેના પડકારો અંગે પણ શિબિરમાં સમીક્ષા કરવામાં આવશે. તમામ મંત્રીઓ અને કલેકટરો, ડી.ડી.ઓ., સચિવો સહિતના અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચલાવવા બાબતે સંકલ્પથી સિદ્ધિની થીમ સાથે અગાઉ નરેન્દ્રભાઇ મોદીએ કરેલા સૂચનોમાંથી અધિકારીઓને પાઠ ભણાવાશે, જેમાં વ્યથા છોડીને વ્યવસ્થા ઉભી કરવા ભાર મૂકાશે.

રાજયના મુખ્યસચિવ જે.એન. સિંઘે જણાવ્યું કે, છેલ્લે આનંદીબેન મુખ્યમંત્રી હતાં ત્યારે ર૦૧૬માં ગાંધીનગરમાં ચિંતન શિબિર યોજાઇ હતી. હવે સ્થાયી સરકાર આવી છે તેથી દર એક-બે વર્ષે શિબિર યોજીશું અને નવી નવી યોજનાઓ અંગે ચર્ચા વિચારણા કરીશું.(૮.૯)

(11:46 am IST)