Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

૧ લાખ માંગ્‍યાબાદ ૨૦ હજારમાં સંતોષ માનતા નડિયાદના તલાટીઃ ફિકસ પગારદાર પણ બે છેડા ભેગા નથવાની ‘લાંચિયા'ઓની મદદમાં રહેતા હોવાનું ખૂલ્‍યૂં: સામાન્‍ય માણસને ન્‍યાય અપાવવાનું એસીબી વડા કેશવ કુમારનુ અભિયાન આગળ વધે છે

રાજકોટઃ પોતાના માતા-પિતાની જમીનમાં વારસાઇ હક્ક મેળવવા માટેનું વારસાઇનામું તૈયાર કરવા માટે જરૂરી સર્ટિ.વિ.માટે એક શખ્‍સે નડિયાદનું સિલોડગ્રામ પંચાયતના તલાટી મંત્રી ઉદેસિંહ શનાભાઇ ચૌહાણનો સંપર્ક કરતા તેઓએ ૧ લાખ રૂપિયાની લાચની માંગણી કરેલ હતી.

ફરિયાદીએ આવડીમોટી રકમ આપવા પોતે સક્ષમ ન હોવાનું જણાવતા આરોપી જાણે મોટું મનરાખી રાખતા હોય તેમ દલીલો માન્‍ય રાખી ‘જા તારૂકામ ૨૦ હજારમાં કરી દઇશ' તેમ જણાવેલ.

દરમિયાન ફરિયાદીની કોઇએ સૂચવ્‍યું કે સામાન્‍ય માણસોના કોઇ કામ આવા ભ્રષ્‍ટાચારીઓને કારણે ન અટકે તે માટે એસીબી વડા કેશવકુમારે તમામ સ્‍ટાફને સૂચનાઆપી હોવાથી એસીબી સામાન્‍ય લોકોના કામમાં તુરત કાર્યવાહી કરતા હોવાનુ જણાવેલ. ફરિયાદીએ આ બાબત ધ્‍યાને લઇ એસીબી નડીયાદ યુનિટનો સંપર્ક સાધેલ.

તલાટીએ  જાતે લાચ સ્‍વાકારવાનું બદલે એક ફિકસ પગારના નડિયાદના કર્મચારીને લાલચઆપી તેમને લાચ સ્‍વીકારવા સમજાવટ કરેલ આમ અમદાવાદ એસીબી એકમના મદદનીશ નિયામક બી.એલ દેસાઇના માર્ગદર્શનમાં ખેડા એસીબી પીઆઇ એન.એફ ચૌધરીએ લાંચ લેતા ઝડપી લીધા હતા.

(9:17 pm IST)