Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શનિવારથી અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસ ત્રણ દિવસ બંધ રહેશે :કામ બાકી હોય તો પતાવી લેજો

ડિજિટલાઇઝેશનની કામગીરીનો પ્રારંભ કર્યો હોવાને કારણે બંધ રહેશે

  અમદાવાદ;આગામી 9 જૂનથી 11 જૂન દરમિયાન અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસો બંધ રહેશે પોસ્ટો ઓફિસની ડિજિટલાઇઝેશનની કામગીરીનો પ્રારંભ કર્યો હોવાને કારણે બંધ રહેશે. જોકે, 12 જૂનથી તમામ પોસ્ટ ઓફિસ રાબેતા મૂજબ ચાલુ થશે.

  મોદી સરકાર તમાર ક્ષેત્રોને ડિજિટલાઇઝેન તરફ વાળવા માટે ભાર આપી રહી છે.ગામડાઓ, બેન્કોની સાથે સાથે પોસ્ટ ઓફિસોના કામકાજને પણ ડિજિટલ બનાવવા માટે કામગીરી હાથધરાઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે મોદી સરકાર મહેનત કરી રહી છે. આમ અમદાવાદની તમાર પોસ્ટ ઓફિસોમાં ડિજિટલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના પગલે આગામી 9 જૂનથી લઇને 11 જૂન સુધી ત્રણ દિવસ માટે અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસો બંધ રહેવાની છે.

  અત્રે ઉલ્લેખનીય છે. દેશભરના 1.55 લાખ પોસ્ટ ઓફિસોને આઇપીપીબીથી જોડવાની યોજના બનાવી છે. ડિજિટલ બેંકિંની સુવિધા મેળવનાર 34 કરોડ ખાતાધારોકમાંથી 17 કરોડ પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતા છે.   મે મહિનાથી પોસ્ટ ઓફિસના ખાતા ધારકોને પણ ડિજિટલ બેંકિંગ સર્વિસનો લાભ મળવાની શરૂઆત થઇ ગઇ છે. બીજી બાજુ પોસ્ટ ઓફિસની બેંકિંગ સર્વિસ નાણામંત્રાલય હેઠળ આવે છે. આઈપીપીબી કસ્ટમર્સ, આરટીજીસી અને અન્ય મની ટ્રાન્સફર સર્વિસનો ઉપયોગ કરીને લાભ ઉઠાવી શકાશે જે અન્ય રીતે બેંકિંગ કસ્ટમરો લાભ ઉઠાવે છે.

(12:54 am IST)