Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દમણના ડાભોલ વિસ્તારમાં વિશાલ બારમા ફાયરિંગ-હત્યા કેસમાં એક આરોપી ઝડપાયો

મૂળ ઉત્તર પ્રદેશના મહમદઅનવર સિદ્દીકને પોલીસે દબોચી લીધો

 

સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ વિશાલ બારમાં ફાયરિંગ-હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે વિશાલ બારમા ગત એપ્રિલ મહિનામાં ફિલ્મીઢબે અંધાધૂંધ ફાયરિંગ થયા હતા બાર ચાલુ હતો તે વખતે જીવ બચાવવા માટે બારમાં દોડી આવેલા બે વ્યક્તિઓ પાછળ હથિયારો સાથે ચારથી પાંચ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરી બંનેની હત્યા કરી હતી. ઘટનમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહમદઅનવર સિદ્દીકી નામના આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે

(10:19 pm IST)