Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સુરતમાં દિવ્યાંગોની ક્રિકેટ ટુર્નામેન્ટ :મહારાષ્ટ્ર-ઉત્તરાખંડની ટીમો જોડાઈ

સુરતમાં ડુમસ સ્થિત લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રથમવાર દિવ્યાંગોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની ટીમો વચ્ચે મેચ રમાઇ હતી. આયોજક પ્રોફેસર ચેતન રાઠોડે જણાવ્યું હતું કે, નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની ટીમો જોડાઇ છે. લીગ મેચ 12-12 ઓવરની જ્યારે ફાઇનલ મેચ 20-20 ઓવરની રમાઇ હતી. ગુજરાતની ટીમમાં સુરતના 6 પ્લેયર્સ છે. બધા ખેલાડીઓ છેલ્લા થોડા સમયથી સચીન તલંગપુર ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

 મેચમાં ઉત્તરાખંડને મહારાષ્ટ્રની ટીમે પરાજય આપ્યો હતો. મંગળવારે મહારાષ્ટ્ર અને ગુજરાતની ટીમ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં ખાસ અતિથિ તરીકે નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.શિવેન્દ્ર ગુપ્તાએ પ્લેયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

(9:29 pm IST)