Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મહેસાણાની સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વીપર દ્વારા મહિલાની અેકલતાનો લાભ લઇ છેડતી કરાઇ

મહેસાણાઃ મહેસાણાની સિવિલ હોસ્પિટલના સ્વીપરે મહિલા સાથે છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. યુવતી પોતાના સંબંધીની સારવાર માટે આ હોસ્પિટલમાં આવી હતી. જે દરમિયાન હોસ્પિટલના સ્વીપરે મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને છેડતી કરી હતી. આ ઘટના બાદ આરોપી સ્વીપર ફરાર થઈ ગયો હતો.

સૌથી મોટી વાત એ છે કે યુવતીની મદદ કરવાના બદલે, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ યુવતીના સંબંધીને ચાલુ સારવાર દરમિયાન ડિસ્ચાર્જ આપી દીધો હતો અને આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

જો કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)