Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અેન્‍ટ્રીઃ નિઝરમાં દોઢ ઇંચઃ નવસારી, ખેડ ગામ, વ્‍યારા, કુકરમુંડમાં અડધો ઇંચ

નવસારીઃ રાજ્યમાં કેટલીક જગ્યાએ મેઘરાજાની એન્ટ્રી થવાથી આંશિક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણને પગલે લોકોએ ગરમીમાં રાહત મેળી છે. નવસારી તથા તાપીમાં આજે વહેલી સવારથી જ ગાજ-વીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં આનંદ છવાઇ ગયો છે. જો કે  નવસારી, ચીખલી, ખેરગામ, ગણદેવીમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

નોંધાયેલ વરસાદ

નવસારી તાલુકામાં 13 મિમી

જલાલપોર તાલુકામાં 08 મિમી

ગણદેવી તાલુકામાં 05 મિમી

ચીખલી તાલુકામાં 01 મિમી

ખેરગામ તાલુકામાં 20 મિમી

વાંસદા તાલુકામાં 06 મિમી

જિલ્લામાં રાતના 12થી સવારે 6 દરમિયાન પડેલ વરસાદ

વ્યારા- 10 MM

વાલોડ- 5 MM

સોનગઢ-3 MM

કુકરમુંડ- 18 MM

ડોલવણ-11 MM

નિઝરમાં 33 MM વરસાદ

ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જો કે, ગુજરાતમાં હળવા ઝાપટાં પડવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે મંગળવારે બોટાડના ગઢડામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં ગામડાઓમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સ્કાયમેટ નામની ખાનગી વેધર સંસ્થાએ આગાહી કરતા જણાવ્યું છે કે, શુક્રવારથી મુંબઇમાં અતિભારે વરસાદ પડશે અને લોકોને ચેતવણી આપી છે કે, જરૂર વગર ઘરની બહાર નીકળવું નહીં. સ્કાયમેટના વાઇસ-પ્રેસિડેન્ટે કહ્યું કે, શુક્રવાર પછી મુંબઇમાં અતિભારે વરસાદ આવશે. આ અતિભારે વરસાદને લીધે સામાન્ય જન-જીવનને અસર થશે. અમે એવું નથી કહેતા કે, 2005માં જે સ્થિતિ થઇ હતી તેનું પુનર્વર્તન થશે પણ જો સાવચેતી રાખવામાં આવશે તો ઘણી સમસ્યાઓથી બચી શકાશે. શાંતાક્રુઝમાં આવેલી હવામાનની ઓવર્ઝવેટરીમાં છેલ્લા 24 કલાકમાં 52એમએમ વરસાદ નોંધાયો છે. આ વરસાદની માત્ર વધશે. સ્કાયમેટે આગાહી કરી છે કે, મુંબઇ સિવાય મરાઠાવાડા, હિંગોલી, બીડ જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે.

(7:17 pm IST)