Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગુજરાતમાં ચાઈનીઝ ભાષામાં લખેલી ચિપવાળું કબૂતર મળી આવ્યું

હાલોલના ગોપીપુરા ગામ પાસેથી જે ચાઈનીઝ ભાષામાં લખેલી ચિપવાળું કબૂતર મળી આવ્યું હતું. આ કબૂતર ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું છે.  ગામમાં આવેલી યુ. પી. એલ. કંપનીમાંથી આ કબૂતર  મળી આવ્યું હતું. કબૂતરને ફોરેસ્ટ વિભાગને સોપવામાં આવ્યું હતું. કબૂતરને જાંબુઘોડા ખાતે આવેલા પશુ દવાખાને ફોરેસ્ટ વિભાગ દ્વારા લઈ જવામાં  આવ્યું હતું ત્યાં કબૂતરના પગમાં લાગેલી ચાઇનીઝ ભાષામાં લખેલી રીંગ કાઢી હાલોલ પોલીસ ને મોકલી આપવામાં આવી છે.  શિવરાજપુર  વિભાગના  રેંજના આર.એફ.ઓ. ખત્રી  હાજર રહ્યા હતા. કબૂતરને હવે બોડી ચેકઅપ માટે બરોડા મોકલવામાં આવશે.

(6:04 pm IST)