Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

વડોદરાના વાઘોડિયા તાલુકાના નવીનગરી ગામમાં એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસેલ ત્રણ યુવકોએ ભાભી સહીત નણંદની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા ગુનો દાખલ

વડોદરા:જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા નવીનગરી ગામમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સુમારે તે પોતે નણંદ સાથે ઘરમાં હાજર હતીતે સમયે ગામમાં રહેતો વિજય ઉર્ફે ચાઈનો  કાળીદાસ રાઠોડીયા તેના બે મિત્રો સાથે ઘરમાં ઘુસી આવ્યો હતો. અને  નણંદ સાથે અડપલા કરી બીભત્સ માંગ કરી હતી. જેથી નણંદને બચાવવા યુવતી વચ્ચે પડતાં વિજયભાઈ તેનો હાથ પકડી છાતી ઉપર હાથ નાખ્યો હતો. તેમ છતાં પણ યુવતીએ નણંદને બચાવી  અંગેની જાણ  તેના જેઠને કરતા તેઓ વિજય ભાઈ ના ઘરે ઠપકો આપવા ગયા હતા.

ત્યારબાદ ત્રણેય ઇસમો ફરી યુવતીના ઘરમાં ફાઇબર અને લાકડાના ડંડા લઈ ઘસી આવ્યા હતા. અને યુવતીના જેઠનો પગ ભાંગી નાખી અપશબ્દો બોલ્યા હતા. દરમિયાન યુવતીનો પતિ આવી પહોંચતા હુમલાખોરોએ તેને પણ માર મારી નાસી છૂટયા હતા ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(5:42 pm IST)
  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 10:37 pm IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 386 અને ગ્રામ્યના 110 કેસ સાથે કુલ 496 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:21 pm IST

  • એવા એક પણ એકાઉન્ટ whatsapp ડિલીટ કરશે નહીં ૧૫મી મે સુધીમાં whatsapp ની પ્રાઇવસી પોલિસી અપડેટનો સ્વીકાર નહીં કરનાર એક પણ એકાઉન્ટ ડીલીટ કરવામાં નહીં આવે તેવી વોટ્સએપે જાહેરાત કરી છે. access_time 8:05 pm IST