Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ખુલ્લી જગ્યામાં જુગાર મરતા હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ:જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા ઉંટવાડી રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સાત શખ્સો વિષ્ણુભાઈ ચંદુભાઈ રાણા, જીતેન્દ્રકુમાર કનૈયાલાલ રાણા, સન્નીભાઈ દીનેશભાઈ રાણા, પ્રકાશભાઈ રમેશભાઈ રાણા, મેહુલભાઈ ચંદુભાઈ ઠાકોર, ભાવીનભાઈ અશોકભાઈ રાણા, જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ રાણાને તીનપત્તીનો જુગાર રમતાં રોકડ રૂ..,૨૦૦ તથા અંગ જડતીના.૧૭,૫૦૦ મળી કુલ રૂ..૧૮,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(5:40 pm IST)