Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

"સંસ્કારનો કરિયાવર લઈને સાસરે ગયેલી દિકરી બે કુળ ને તારે છે"-પ્રફુલભાઈ શુક્લ

"રામકથામાં કન્યાવિદાય નો પ્રસંગ વર્ણવાયો."

(કાર્તિક બાવીશી દ્વારા )ઉદવાડા-ઓરવાડ મેવાડા બ્રાહ્મણસમાજ સંચાલીત એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કથાકાર પ્રફુલભાઈ શુકલની ખેરગામમાં ચાલી રહેલી ફેસબુક ઓનલાઈન રામકથામાં આજે સીતાવિદાય નો કરૂણ પ્રસંગ કથાકાર પ્રફુલભાઈ શુકલની ભાવવાહી શૈલીમાં વર્ણવાતા ફેસબુક અને યુ-ટ્યૂબ પર લાઈવ કથા જોઇ રહેલા શ્રોતાઓની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.તુલસીપીઠ પરથી પ્રફુલભાઈ એ કહ્યું હતું કે સંસ્કારનો કરિયાવર લઈને સાસરે ગયેલી દિકરી બે કુળને તારે છે.વલસાડ જીલ્લા ભા.જ.પ ના પૂર્વ પ્રમુખ અને બાપુની ૮૦૦મી કથાના આયોજક ઠાકોરભાઈ નગીનભાઈ પટેલ દ્વારા ટેલીફોનિક સંકલ્પ લઈને પોથીપૂજન કરવામાં આવ્યું હતું.પ્રબોધભાઈ લલ્લુભાઇ કુરકુટિયા દ્વારા રામાયણ નો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો

(11:50 am IST)