Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોના દર્દીઓનું મનોબળ વધારવા ડૉક્ટર ગાયક બન્યા

પીપીઈ કિટ પહેરી હિન્દી ગીતો ગાયા : એસવીપી હૉસ્પિટલમાં ડૉક્ટરે કીટ પહેરીને ગિટારના તાલે હિન્દી ગીતો ગાઈને દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું

અમદાવાદ,તા. : હાલ કોરોનાની બીજી લહેરે દેશની સાથે સાથે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાને પગલે સૌથી વધારે કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. કોરોનામાંથી બહાર નીકળવા માટે દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે તો જરૂરી છે. કારણ કે કોરોનાથી પણ વધારે ખતરનાક તેનો ડર છે.

ડૉક્ટર્સ પણ કોરોના દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે અલગ અલગ પ્રયોગ કરતા રહે છે. કડીમાં અમદાવાદની એસવીપી હૉસ્પિટલ ખાતે ફરજ પરના ડૉક્ટર્સ દર્દીઓ માટે ગાયક બન્યા હતા! યો દોસ્તી, હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથે છોડેંગે, 'જબ કોઈ બાત બીગડ જાયે, જબ કોઈ મુશ્કીલ પડ જાયે, તુમ દેના સાથ મેરા અમદાવાદ શહેરની એસવીપી હૉસ્પિટલ ખાતે દર્દીઓનું મનોબળ વધે તે માટે ખુદ ડૉક્ટર પીપીઈ કીટ પહેરીને ગાયક બનીને આવ્યા હતા અને ગિટારના તાલે આવા હિન્દી ગીતો ગાયા હતા.

રીતે ડૉક્ટરે દર્દીઓનું મનોરંજન પૂરું પાડ્યું હતું. દરમિયાન અનેક દર્દીઓ ફરમાઈશ પણ કરવા લાગ્યા હતા. ડૉક્ટરે તેમને ફરમાઇશ પણ પૂરી કરી હતી. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર જ્યારે પીપીઈ કીટમાં હિન્દી ગીતો લલકારી રહ્યા છે ત્યારે દર્દીઓ પણ ગીતના તાલે ઝૂમી રહ્યા છે. ઉપરાંત તેઓ ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યા છે.

અમુક દર્દીઓની આંખો પણ છલકાઈ ગઈ હતી. રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં મંગળવારે વિક્રમજનક ૧૨,૯૫૫ નવા કેસ નોંધાયા હતા, જ્યારે કુલ ૧૨,૯૫૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા હતા. રમિયાનમાં ૧૩૩ દર્દીનાં દુઃખદ નિધન થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ ,૪૮,૧૨૪ એક્ટિવ કેસ છે. પૈકીના કુલ ૭૯૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ,૪૭,૩૩૨ દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ,૭૭,૩૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે, જ્યારે કુલ ,૯૧૨ દર્દીનાં મૃત્યુ થયા છે. ૧૩૩ મૃત્યુ પૈકી અમદાવાદ શહેરમાં ૨૨, સુરત, વડોદરા શહેરમાં -, મહેસાણામાં , જામનગર શહેરમાં , રાજકોટ શહેરમાં ૧૦, વડોદરા, જામનગર જિલ્લામાં , ભાવનગર શહેરમાં , સુરત જિલ્લામાં , પંચમહાલ, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, ભરૂચ, નર્મદા પ્રત્યેક જિલ્લામાં - કેસ નોંધાયા છે. જ્યારે ભાનવનગર, જૂનાગઢ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં - મોત નોંધાયા છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં મોત નોંધાયા છે.

(9:26 pm IST)