Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ભોજનમાં બદામ લેવા માટે સૂચન : ૧૫ પોષક તત્વો છે

શહેરમાં ગૃહિણીઓ માટે કુકીંગ સેશનનો કાર્યક્રમ : અમદાવાદની કેયુરી શાહ અને ગાંધીનગરની શિલ્પા શાહ કુકીંગ સ્પર્ધામાં છવાઈ ગયા : બદામનું મહત્વ સમજાવાયું

અમદાવાદ, તા.૭ : સૂકામેવામાં રાજાનું સ્થાન ધરાવનાર બદામ એક વિશિષ્ટ સૂકો મેવો છે જે આપણા રોજિંદા જીવનમાં સ્વાદિષ્ટ હિસ્સો બની શકે છે અને સાથે તે દરેક કોળિયામાં પ્રાકૃતિક પોષક તત્વો આપણને આપે છે. તેના ક્રન્ચી, મોંમાં પાણી લાવનાર અને પોષક તત્વોથી ભરપૂર એવા ગુણધર્મના કારણે આલમન્ડ અનેક રીતે આપણા રોજિંદા આહારમાં સામેલ થઈ શકે છે. બદામ ટોટલ અને એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે જ્યારે તેને સ્વાસ્થ્યપ્રદ આહારમાં સામેલ કરવામાં આવે છે અને હૃદયને નુકસાન કરતા સોજાને ઘટાડવાનું કામ પણ કરે છે. બદામ કુદરતી રીતે જ ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે અને સુગર તેમાં ઓછી હોય છે. એટલું જ નહી, બદામ ૧૫ પોષક તત્વો જેમકે વિટામીન ઈ, મેગ્નેશિયમ ડાયેટરી ફાઈબર, પ્રોટીન વગેરેથી ભરપૂર પાવરહાઉસ છે એમ અમદાવાદમાં યોજાયેલા ગૃહિણીઓ માટેના એક અનોખા કુકીંગ સેશન કાર્યક્રમમાં જાણીતા શેફ યતેન્દ્ર દત્ત કેસ્તવાલ અને ન્યુટ્રીશનીસ્ટ કોમલ પટેલે જણાવ્યું હતું. ખૂબ જ રોમાંચક અને સ્વાદથી ભરપૂર એવી આ કુકીંગ કોમ્પીટીશનમાં અમદાવાદની કેયુર શાહ અને ગાંધીનગરની શિલ્પા શાહ છવાયા હતા. જેમાં ફર્સ્ટ રાઉન્ડમાં કેયૂરી શાહ અને સેકન્ડ રાઉન્ડમાં શિલ્પા શાહ વિજેતા બન્યા હતા. અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર બદામની મહત્વતા સમજાવવાના આશયથી યોજાયેલા અનોખા કુકીંગ સેશન કોમ્પીટીશનમાં મહિલાઓને ખાસ કરીને ગૃહિણીઓને રોજિંદા જીવનમાં બદામની ઉપયોગિતા, તેના ફાયદા અને  સ્વાસ્થ્યવર્ધકતા સમજાવાયા હતા. આજના અનોખા કુકીંગ કાર્યક્રમ કુકઆઉટ સેશનમાં બદામને તેમાં મુખ્ય સામગ્રી તરીકે રાખવામાં આવી હતી. સ્પર્ધામાં શહેરની ગૃહિણીઓ દ્વારા સ્નેકિંગ અને ફેસ્ટિવ રેસિપીઝ દર્શાવવામાં આવી હતી. આ સેશનનું સંચાલન શેફ યતેન્દ્ર દત્ત કેસ્તવાલ અને ન્યુટ્રિશનિસ્ટ કોમલ પટેલે કર્યુ હતું અને તેમાં શહેરની ત્રણ ગૃહિણઓ કેયૂરી શાહ, શિલ્પા શાહ અને મેઘા શાહ દ્વારા એ દર્શાવવાનો બહુ ઉમદા પ્રયાસ થયો હતો કે, બદામ કઈ રીતે આપણા રોજિંદા જીવનમાં સ્નેકિંગ અને ફેસ્ટિવલની વાનગીઓ બનાવવામાં હિસ્સો બની શકે છે. બે રાઉન્ડની કોમ્પીટીશનમાં ફર્સ્ટ રાઉન્ડમાં કેયૂરી શાહ અને સેકન્ડ રાઉન્ડમાં શિલ્પા શાહ વિજેતા બન્યા હતા. આ પ્રસંગે જાણીતા શેફ યતેન્દ્ર દત્ત કેસ્તવાલ અને ન્યુટ્રીશનીસ્ટ કોમલ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય પરિવારો માટે, ભોજન પ્રથમ સ્થાને હોય છે અને આપણે બપોર પછીનાં સમયમાં અથવા સાંજના નાસ્તાના સમયે આપણા આહાર અંગે કોઈ ખાસ આયોજન કરતા નથી. બદામ સાથે સ્માર્ટ નાસ્તો સ્વસ્થ જીવનશૈલીનો એક સુયોગ્ય માર્ગ છે. બદામ ટોટલ અને એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે જ્યારે તેને સ્વાસ્થ્યપ્રદ આહારમાં સામેલ કરવામાં આવે છે અને હૃદયને નુકસાન કરતા સોજાને ઘટાડવાનું કામ પણ કરે છે. આટલું જ નહીં, મુઠ્ઠીભર બદામ તમને પેટ ભરાયેલું હોવાની લાગણી આપે છે, આમ, તમે ભૂખને દૂર રાખી શકો છો. બદામ કુદરતી રીતે જ ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે અને સુગર તેમાં ઓછી હોય છે. બદામ જેવા નટ્સ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે અને તેને પરંપરાગત રીતે ફેસ્ટિવ ગણવામાં આવે છે. આમ તેને ઉત્સવોમાં પીરસવાના વિવિધ નાસ્તા બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. બદામ ૧૫ પોષક તત્વો જેમકે વિટામીન ઈ, મેગ્નેશિયમ ડાયેટરી ફાઈબર, પ્રોટીન વગેરેથી ભરપૂર પાવરહાઉસ છે.

કૂકઆઉટ સેશન બાદ સૌથી ઉત્તમ નાસ્તા અને ફેસ્ટિવ રેસિપિ માટે આકર્ષક ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. બદામ ખાવી એ સ્વસ્થ રહેવા માટેનો ઉત્તમ માર્ગ છે. સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીમાં માત્ર કસરત કે સ્વાસ્થ્યપ્રદ સંતુલિત આહાર લેવો જ પૂરતો નથી પણ બદામ સાથેનો સ્માર્ટ નાસ્તો પણ જરૂરી હોય છે.

(9:04 pm IST)