Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ગાંધીનગર સે-3માં ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:શહેરના સેક્ટર-૩/ન્યુમાં છેલ્લા ઘણા સમયથી ગટરના બેક મારતા પાણી સ્થાનિક રહિશો માટે આફત બન્યા છે. ઘર આંગણે આવેલી ચોકડીમાં પણ ભરાઇ રહેતાં દુર્ગંધ યુક્ત પાણીના પગલે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ સમસ્યા અંગે અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી.

પાટનગરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાવાના કારણે રહિશોને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે નવા સેક્ટરોમાં આ સમસ્યામાં દિન - પ્રતિદિન વધારો થઇ રહ્યો હોય તેમ ઠેકઠેકાણે ગટરો ઉભરાઇ રહી છે અને તેના ગંદા પાણી આસપાસના વિસ્તારોમાં વહેતાં અવર જવર કરવામાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. 

(5:26 pm IST)