Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

કાસોરની ફેકટરીમાં બિહારી યુવકનું મોત શંકાસ્પદ: ગ્રામજનોએ :ભીનું સંકેલાઇ ગયાની અરજી કલેક્ટરને પાઠવતા ચકચાર

ઉમરેઠ તાલુકાના કાસોર ગામે ગત બીજી તારીખના રોજ એક પ્લાયવુડની ફેક્ટરીમાં બિહારી યુવાનનું શંકાસ્પદ મોત થયું હોવાની અને સમગ્ર કેસમાં ભીનું સંકેલાઈ ગયાની અરજી ગ્રામજનો દ્વારા જીલ્લા કલેક્ટરને કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે
કાસોરના ગ્રામજનોએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, કાસોર ગામે આવેલી મહેશભાઈ પરબતભાઈ પટેલની પ્લાયવુડની ફેક્ટરીમાં બિહારના ૧૫ જેટલા વ્યક્તિઓ ઉપરાંત રાહતલાવ અને કાસોરના પણ કેટલાક વ્યક્તિઓ કામ કરે છે.    ગત ૨જી તારીખના રોજ એક બિહારી યુવાન રાજેશકુમાર રાવતનું શંકાસ્પદ મોત થયું હતુ. ફેક્ટરી માલિક દ્વારા તેનું બિમારીને કારણે મોત થયાની હકિકત જાહેર કરવામાં આવી હતી પરંતુ તેને કોઈ બિમારી હતી જ નહીં. તેનું કરંટ લાગવાથી કે પછી હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. જે તે વખતે એક પોલીસની ગાડી તેમજ બાઈક પણ આવ્યું હતુ અને કોઈપણ જાતની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

(9:30 am IST)