Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બાયડ તાલુકાના ચાંપલાવત ગામે પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બાયડ: તાલુકાના ચાંપલાવત ગામે સાસરીયાઓ દ્વારા પરણિતાને શારિરીક માનસિક ત્રાસ આપી પરેશાન કરાતી હતી. અવાર નવાર નાની નાની વાતોમાં ઝઘડો કરી ત્રાસ ગુજારાતો હતો.પતિ અવાર નવાર કહેતો હતો કે મારે બીજી ઘરવાળી લાવી છે, તુ તારા પિતાના ઘરે જતી રહે..કહી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી.

માલપુર તાલુકાના ભૂતા ગામની મનીષાબેન ના લગ્ન સમાજના રીત રીવાજ મુજબ ૧૨ વર્ષ અગાઉ બાયડ તાલુકાના ચાંપલાવત ગામના જીતેન્દ્રસિંહ બાબરસિંહ સોલંકી સાથે થયા હતા.શરૂઆતમાં લગ્ન જીવન સરસ રીતે ચાલતુ હતું.ત્યાર બાદ સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાનો શરૂ થયો હતો.પતિ અને સાસુ, સસરા બધા ભેગા મળી કહેતા હતા કે તું તારા પિતાના ઘરે જતી રહે,અમારે તને રાખવી નથી...કહી શારિરીક માનસિક ત્રાસ ગુજારતા હતા.પતિ કહેતો હતો કે મારે તો બીજી ઘરવાળી લાવવી છે તેમ કહી અવાર નવાર ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.નાની નાની બાબતે ઝઘડાઓ કરી પરેશાન કરતા હતા.

જેથી આખરે ત્રાસ સહન ન થતાં મનીષાબેન જીતેન્દ્રસિંહ સોલંકીએ માલપુર પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ બાબરસિંહ સોલંકી(પતિ), સમજુબેન બાબરસિંહ સોલંકી (સાસુ) અને બાબરસિંહ રતનસિંહ સોલંકી (સસરા) હાલ તમામ રહે.સાઠંબા,તા.બાયડ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:56 pm IST)