Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમદાવાદના કોટ વિસ્તારને બફર સ્ટોક જાહેર : તમામ પ્રવેશ દ્વાર પર સ્ક્રીનિંગ મશીન મુકાશે

રાયપુર,કાલુપુર,સારંગપુર,દિલ્હી દરવાજા,શાહપુર,જમાલપુર દરવાજા પરથી પસાર થનારનું સ્ક્રીનિંગ કરાશે

અમદાવાદમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવાયો છે. હવે કોટ વિસ્તારના તમામ પ્રવેશ દ્વાર પર સ્ક્રીનિંગ મશીન મુકાશે. જે પણ વ્યકિત અહીંથી પસાર થશે, તેનું ચેક અપ કરાશે. ખાસ કરીને રાયપુર, કાલપુર, સારંગપુર, દિલ્હી દરવાજા, શાહપુર, જમાલપુર જેવા કોટ વિસ્તારના દરવાજા પરથી પસાર થતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે

કોરોનાના સતત વધતા કેસનો મામલો એએમસીનો  અતિ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય કર્યો છે. મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડ ને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ ટીમ મુકવામાં આવશે. કોટ વિસ્તારની હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

(10:25 pm IST)