Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

૪૬.૪૪ લાખ લીટર દૂધનું રાજ્યમાં વિતરણ કરાયું છે

લોકડાઉનના ૧૪માં દિવસે વિવિધ વસ્તુઓનું વિતરણ : એક લાખ ૧૪ હજાર ૧૬૬ ક્વિન્ટલ શાકભાજી આવરો

અમદાવાદ, તા. : ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિના ૧૪માં દિવસે જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની આજે વિગતો આપવામાં આવી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વીનીકુમારે કહ્યું હતું કે, રાજ્યમાં આજે મંગળવારના દિવસે ૧૯૮.૮૦ લાખ લીટર દૂધની આવક થઇ છે. આમા નાના પશુધારકો અને કોઇ દૂધમંડળના સભ્યો નથી. તેમની .૨૫ લાખ લીટર દૂધની આવકનો સમાવેશ કરવામાં આવેલો છે. મંગળવારના દિવસે રાજ્યમાં ૪૬.૪૪ લાખ લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાકભાજી અને ફળફળાદીની આવક અંગેની વિગતોમાં અશ્વિનીકુમારે કહ્યું હતું , મંગળવારે એક લાખ ૪૪ હજાર ૧૬૬ ક્વિન્ટલ શાકભાજી અને ૨૦૮૦૬ ક્વિન્ટરલ ફળફળાદીનો આવરો થયો છે.

         આ શાકભાજીમાં ૧૨૫૧૫૨ ક્વિન્ટલ બટાકા, ૧૯૯૬૬ ક્વિન્ટલ ડુંગળી, ૧૧૨૧૫ ક્વિન્ટલ ટામેટા અને ૫૭૮૨૯ ક્વિન્ટલ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. રાજ્યમાં સફરજનની ૧૧૫૭ ક્વિન્ટલ અને ૧૪૬૬ ક્વિન્ટલ કેળાની અને ૧૮૧૮૨ ક્વિન્ટલ અન્ય ફળોની આવક થઇ રહી છે. અશ્વિની કુમારે કહ્યું હતું કે, વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં નિરાધાર, વૃદ્ધ, નિસહાય, એકલવાયુ જીવન જીવતા અને જરૂરતમંદ વ્યક્તિઓને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે સેવાભાવી સંગઠનો અને સ્થાનિક તંત્રએ મળીને હજુ સુધીમાં ૫૭ લાખ ૫૪ હજાર ફુટ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે.

         રાજ્યમાં જરૂરિયાતવાળા નાગરિકોને મદદ સહાય માટે શરૂ કરવામાં આવેલી સ્ટેટ હેલ્પલાઈન ૧૦૭૦માં હજુ સુધી ૪૬૦૯ અને જિલ્લા હેલ્પલાઈન ૧૦૭૭માં ૨૦૭૯૦ કોલ તબીબી સહાય, દૂધ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મળ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આજે એમ પણ કહ્યું હતું કે, એક પછી એક નિયમો કઠોરરીતે પાળવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી જુદા જુદા માધ્યમથી કરી રહી છે. લોકોને કોઇ મુશ્કેલી પડે તે માટે સરકાર સાવચેત પણ બનેલી છે. રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ૬૪૧ થેલેસેમિયા અને અન્ય બાળકોને ૭૦૨ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું છે. ૨૭૮ બાળકોને દવાઓ આપવામાં આવી રહી છે. રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે ૧૦૬૧ વેન્ટીલેટરો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

લોકડાઉનમાં વ્યવસ્થા....

અમદાવાદ, તા. : લોકડાઉનના ૧૩માં દિવસે સરકાર જોરદાર એક્શનમાં દેખાઈ હતી. ૧૩માં દિવસની સ્થિતિની વિગતો નીચે મુજબ છે.

દૂધનું વિતરણ

૪૬.૪૪ લાખ લીટર

શાકભાજીનું વિતરણ

૧૧૪૧૬૬ ક્વિન્ટલ

ફળફળાદીનો આવરો

૨૦૮૦૬ ક્વિન્ટલ

બટાકાનો આવરો

૨૫૧૫૨ ક્વિન્ટલ

ડુંગળીનો આવરો

૧૯૯૬૮ ક્વિન્ટલ

અન્ય લીલાશાકભાજીનો આવરો

૫૭૮૨૯ ક્વિન્ટલ

સફરજનની આવક

૧૧૫૭ ક્વિન્ટલ

કેળાની આવક

૧૪૬૬ ક્વિન્ટલ

અન્ય ફળોની આવક

૧૮૧૮૨ ક્વિન્ટલ

સફાઈ કર્મીઓ સક્રિય

૪૦૦૦૦

સુપર માર્કેટને હોમ ડિલિવરીની મંજુરી

૮૬૭

વાહનોને અવરજવરની મંજુરી

૩૫૧૧

કરિયાણા સ્ટોર કાર્યરત

૧૬૦૪૩

પેટ્રોલ પંપ કાર્યરત

૮૪૮

ફુડ પેકેટોનું વિતરણ

૫૭૫૪૦૦૦

(10:04 pm IST)