Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજપીપળા શહેર યુવા ભાજપ અને અન્નપૂર્ણા કેટસર્સ દ્વારા 300 જેવા શ્રમિકો અને પોલીસ સ્ટાફને ભોજન પીરસાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમગ્ર ભારત 21 દિવસ માટે લોકડાઉન કરાયું છે ત્યારે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો લોકડાઉન નું પાલન કરવા માટે ખડે પગે સેવા બજાવી રહ્યા છે સાથે સાથે આદર્શ નિવાસી શાળા ખાતે 300 જેટલાં શ્રમિકો પણ હોય એ તમામને ભોજન આપી સેવા પૂરી પાડી હતી.
           ભાજપ મહિલા અગ્રણી અને પૂર્વ બાળ આયોગ ચેરમેન ભારતીબેન તડવી અને ભાજપ યુવા મોરચા અને રાજપીપળા શહેર પ્રમુખ ગિરિરાજસિંહ, ઉપપ્રમુખ મયુર તડવી યુવા મોરચા રાજપીપળા શહેર અને અન્નપૂણા કેટરસ ના સંયુક્ત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા ખાતે 300 જેટલા શ્રમિકો અને પોલીસ સ્ટાફ માટે ભોજનનું આયોજન કરી સેવા પુરી પાડવામાં આવી હતી.
          આ કામગીરી ખરેખર સરાહનીય છે અને અત્યાર ના સમય મા જયારે કોરોના એક મહામારી તરીકે સમગ્ર વિશ્વ મા ફેલાઈ રહ્યું છે તો આવા સમય મા પૌષ્ટિક આહારનું આયોજન કરી સમગ્ર શ્રમિકો અને પોલીસ સ્ટાફને આમ ભોજન પૂરું પાડી આ તમામ આયોજકો એ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

(9:33 pm IST)