Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

હોટ સ્પોટ અમદાવાદના નહેરુ બ્રિજ અને કાલુપુર શાક માર્કેટ સાથે ફળ માર્કેટ પણ બંધ કરવા નિર્ણંય

તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ સાથે એસઆરપી ગોઠવાઈ

અમદાવાદ : દેશના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોરોના પોઝિટીવના કેસો ન અટકતાં એએમસીએ નહેરૂબ્રિજ અને કાલુપુર વિસ્તારમાં શાક માર્કેટ અને ફળ માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે વિસ્તારોને ક્લસ્ટર કવોરંટાઈન કર્યા છે એ તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ સાથે એસઆરપી ગોઠવાઈ છે.

  કોરોનાના કેસોમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદ વહીવટીતંત્ર કોઈ પણ સંજોગોમાં આ ચેપ વધુ વિસ્તારોમાં ફેલાય તેમ ઇચ્છતું ન હોવાથી કાર્યવાહી કડક થઈ રહી છે

(6:55 pm IST)