Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

આણંદમાં સોસાયટીના કોમન પ્લોટમાં એકત્ર થઈને ગપાટા મારનાર સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

આણંદ: શહેર પોલીસે આજે મોટી ખોડીયાર ખાતે આવેલી સોહમપાર્ક સોસાયટીમાં છાપો મારીને કોમન પ્લોટમાં એકત્ર થઈને ટોળટપ્પા કરી રહેલા સાત જેટલા શખ્સોને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બપોરના સુમારે શહેર પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક શખ્સો કોરોના વાયરસને લઈને ૧૪૪ની કલમ લાગુ હોવા છતાં પણ સોસાયટીના કોમન પ્લોટમાં એકત્ર થઈને ટોળટપ્પા કરી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં પ્રવિણભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિ, દામજીભાઈ બીજલભાઈ પ્રજાપતિ, વિજયભાઈ દામજીભાઈ પ્રજાપતિ, જયેશભાઈ નારાયણભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ દામજીભાઈ, પ્રકાશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ઝડપાઈ જવા પામ્યા હતા.

(6:31 pm IST)