Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

આણંદના સરદારગંજમાં સવારના સુમારે પ્રેસના નામે ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણરૂપ થઇ દાદાગીરી કરતા દંપતી સહીત પુત્રી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી

આણંદ: શહેરના સરદારગંજમા આજે સવારના સુમારે પ્રેસના નામે ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણ પેદા કરીને દાદાગીરી કરતા પતિ-પત્ની અને પુત્રી વિરૂદ્ઘ આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર ટ્રાફિક પીએસઆઈ એસ. જી. માંગરોલા પોલીસ જવાનો સાથે સરદારગંજમાં બંદોબસ્તમાં હતા ત્યારે એક અર્ટીગા કાર નંબર જીજે-૨૩, એએફ-૪૮૩૦ આવી ચઢી હતી જેના આગળના ભાગે ક્રાઈમ પ્રેસ લખ્યું હતુ.

(6:27 pm IST)