Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

માતર તાલુકાના માછીએલમાં બાઈક આડે શ્વાન આવતા બે યુવાનો નીચે પટકાયા:એકનું કમકમાટીભર્યું મૃત્યુ:એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

માતર:તાલુકાના માછીએલ ગામમાં રહેતાં બે ઈસમો ગત તારીખ ૧૯ માર્ચના રોજ કઠોડા પાટીયા નજીક બાઈક લઈ પસાર થતાં હતાં. તે વખતે માર્ગ પર એકાએક કૂતરું આડુ ઉતરતાં બાઈકચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બંને જણાં બાઈક પરથી પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જેમાં બાઈક પાછળ બેઠેલાં ઈસમને માથામાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામા આવ્યાં હતાં. જ્યાં અઢાર દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. અંગે માતર પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના માછીએલ ગામમાં રહેતાં રઈજીભાઈ બુધાભાઈ પરમાર ગત તા.૧૯--૨૦ ના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ગામમાં રહેતાં હસમુખભાઈ જશુભાઈ સોઢા પરમારના બાઈક નં. જીજે-૦૭, ઈબી-૫૮૧૦ પાછળ બેસી કઠોડા પાટીયા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન માર્ગ પર એકાએક કૂતરું આડુ ઉતરતાં બાઈક ચાલક હસમુખભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. અને બાઈક પર સવાર બંને જણાં રોડ પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. બાઈક ચાલક હસમુખભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે રઈજીભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હોઈ તાત્કાલિક સારવાર માટે સોખડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારના સમયે રઈજીભાઈ બુધાભાઈ પરમાર (. ૨૫) નું મોત નિપજ્યું હતું.

(6:25 pm IST)